♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

અંતિમ વેળાએ....

પૂજ્યપાદ આચાર્યશ્રીની છેલ્લી....છેલ્લી સેવાઓ તેમજ છેલ્લા અનુષ્ઠાનો


1.શાસન હિતચિંતક પૂજ્યપાદશ્રીએ છેલ્લી રાત્રે શું અફસોસ વ્યક્ત કર્યો?
"મારું શાસનએકતાનું ધ્યેય અધૂરું રહ્યું"

2.અંતિમ પ્રતિષ્ઠા
ગાંધીનગર વિ.સં. ૨૦૫૮ વૈ.સુ. ૭ સેક્ટર ૭

3.અંતિમ અંજનશલાકા
સોમેશ્વર એન્કલેવ - સિટીલાઈટ - સુરત પો.વ.-૫ વિ.સં.-૨૦૬૧

4.અંતિમ આચાર્ય પદવી
આ. શ્રી રત્નચંદ્રસુરિ  મ. - આ. શ્રી જગચ્ચ્નદ્રસુરિ મ. પાલીતાણા સં-૨૦૫૪

5.અંતિમ પંન્યાસ પદવી
ગણિ. શ્રી રત્નચંદ્ર વિજયજી મ. - ગણિ. શ્રી જગચ્ચ્નદ્ર વિજયજી મ.

6.અંતિમ ગણિપદવી
મુની શ્રી રત્નચંદ્ર વિજયજી મ. - મુની શ્રી જગચ્ચ્નદ્ર વિજયજી મ.

7.અંતિમ વડી દીક્ષાના સ્વમુખે મહાવ્રતો સમજાવીને ઉચ્ચરાવ્યા.
મુનીશ્રી હર્ષચંદ્ર વિ.,જિનચંદ્ર વિ.
સાધ્વીજી શ્રી ભક્તિપ્રજ્ઞાશ્રી

8.અંતિમ દીક્ષા - રજોહરણ કોને આપ્યું:
સાધ્વીજી ભવ્યરક્ષિતાશ્રી- સાધ્વીજી ચૈતન્યરક્ષિતાશ્રી - સાધ્વીજી ઋજુધારાશ્રીજી  
સાધ્વીજી હર્ષધારાશ્રીજી

9.છેલ્લે ચતુર્થ વ્રત સ્વીકારનાર:
સુશીલા બહેન સૂર્યકાંત ભાઈ

10.છેલ્લે મહોત્સવ:
પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય સુખાકારી નિમિતે અને સાધ્વીજી અમૃતલતાશ્રીજીના
સંયમજીવનની અનુમોદનાર્થે

11.અંતિમ વાચના:
વિ.સં. ૨૦૬૧ મ.સુ.-૪ કૈલાશ નગર જૈન ઉપાશ્રય ૮૮માં વર્ષની અંતિમ સંધ્યા
(૮૯માં વર્ષના જન્મદિન પૂર્વની) રાત્રે ૯.૩૦વાગે. (માત્ર સાધુ મહાત્માઓને)
સાધુ-સાધ્વીજીઓની અંતિમ વાચના : વિ.સં-૨૦૬૧ પોષ સુદ ૧૫ બપોરે ૩ વાગે
ઓમકાર સુરિ આરાધના ભવન ગોપીપુરા સુરત.    

12.અંતિમ પાઠશાળાનું ઉદઘાટન:
વિ.સં.-૨૦૬૧ મહા સુદ-૫ રવિવિજય જૈન તત્વજ્ઞાનશાળા, પૂજ્યશ્રીના ૮૯માં
જન્મ દિવસે - કૈલાશ નગર સુરત.

13.અંતિમ કઈ યાત્રાની ઈચ્છા અધુરી રહી :
ગીરનાર - ભદ્રેશ્વરની

14.અંતિમ અભિગ્રહ કોને આપ્યો:
ડૉકટર શૈલેશ ભાઈ-ચોવિહારનો-સુરત (જે આજે પણ પાળી રહ્યા છે)

15.અંતિમ પ્રસ્તાવના લેખ:
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચક : પંડિતવર્ય શ્રી ધીરૂભાઈ ડાહ્યાલાલ મહેતા

16.અંતિમ મુર્હુત કોને આપ્યું:
હસમુખભાઈ જીવતલાલ શેઠ(કુવાળા) પ્રેમિલાબેનના ૫૦૦ આયંબીલના પારણાનું

17.અંતિમ શિષ્ય:
પૂ, મુનીશ્રી હર્ષચંદ્ર વિ.

18.અંતિમ પ્રશિષ્ય (પૂજ્યશ્રીના હાથે) :
પૂ, મુનિશ્રી જિનચંદ્ર વિ.

19.અંતિમ સવારે પ્રતિક્રમણ કરાવનાર:
પૂ. મુનીશ્રી વિશ્વચંદ્ર વિજય

20.અંતિમ સાંજે પ્રતિક્રમણ કરાવનાર:
પૂ. આ. શ્રી જગચ્ચ્નદ્રસુરિ  

21.અંતિમ બારસાસૂત્ર સંપૂર્ણ વાંચન:
સેટેલાઈટ જૈન સંઘ વિ.સં.-૨૦૫૭ (૧૯૯૨ થી ૨૦૫૭)

22.અંતિમ હિતશીક્ષાના વાક્યો:
"આચાર શુદ્ધિ જાળવજો" - "શાસનની સેવામાં ખુબ તત્પર રહેશો."
(મ.સુ.-૫ ૮૯માં જન્મ દિને બપોરે)

23.અંતિમ શત્રુંજ્યને યાત્રા ક્યારે કરી?
વિ.સં-૨૦૫૫, મા.સુ. ૧૫

24.અંતિમ કયા તીર્થની યાત્રા કરી:
શ્રી ભરૂચ વિ.સં. ૨૦૫૯ (બહારનું તીર્થ)
સુરતમા સહસ્ત્રફણા પાર્શ્વનાથ - ગોપીપુરા સં-૨૦૬૧

25.અંતિમ સ્થાન:
કૈલાશ નગર જીનલ એપાર્ટમેન્ટ, પહેલા માળે,જૈન ઉપાશ્રય.

26.અંતિમ શ્વાસ કઈ ક્ષણોમાં છોડ્યો:
ફા.વદ-૯ સાંજે ૫-૩ મીનીટે

27.અંતિમ "છરી" પાલીત સંઘ:
ભાભરથી રૂનીતીર્થ

28.અંતિમ બેસતા વર્ષનું માંગલિક (નવસ્મરણ) વાંચન:
વિ.સં. ૨૦૫૫, ઝવેરીપાર્ક

:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:            

No comments:

Post a Comment