♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

આત્મ સમૃદ્ધિ

:~: પૂજ્યશ્રીની બાહ્ય આત્મ સમૃદ્ધિ :~:



૧.શ્રી સુરિમંત્રનો ત્રિકાલ જાપ કરતા.

૨.દાદા ગુરુજી ધર્મવિજય મ.સા.ની પટ્ટપરંપરામાં મળેલી 
જાપની પોથીમાંથી પાર્શ્વપ્રભુના ફોટા સામે ત્રિકાલ પાર્શ્વનાથ 
પ્રભુનું સ્તોત્ર સ્મરતા અને તે પોથીમાં રહેલ દરેક ફોટાના 
વાપર્યા પહેલા દર્શન તથા જાપ કરતા.

૩.પડિલેહણ પણ હાથની રેખાઓ દેખાય પછી જ કરવાનો આગ્રહ રાખતા.

૪.દરેક ક્રિયાઓમાં મુદ્રાઓ અચૂક સાચવતા.

૫.જયવીયરાયમાં જરૂર હાથ જોડી ઊંચા કરવાનો આગ્રહ રાખતા.
(પ્રતિકુળતામાં પણ) દેરાસરમાં દર્શન કરવા નીશ્રાવર્તી દરેક 
મહાત્માઓને સમૂહમાં જ લઇ જતા. કોઈએ એકલા નહિ જવું એવા આગ્રહી હતા.

૬.કમ્મરની અત્યંત તકલીફમાં પણ દેરાસરમાં પ્રભુ સામે 
ખુરશી વગેરેનો ઉપયોગ કરતા નહિ.

૭.એક હજારનો સ્વાધ્યાય ન થાય તો બીજા દિવસે દૂધ ત્યાગ કરતા.
(દૂધ જ જેમનો મુખ્ય ખોરાક હતો છતાં)

૮.વિહાર કરીને ગામમાં પહોંચતા ૧૧ વાગી જાય છતાં 
સ્તોત્ર અને સુરિમંત્રનો જાપ કરીને પછી જ નવકારશીનું 
પચ્ચખાણ પારતા.

૯.ઉભયટંક પ્રતિક્રમણ સંપૂર્ણ વિધિ અને સૂત્ર-અર્થના પૂર્ણ ઉપયોગમય બની કરતા. 
(છેલ્લા દિવસે ૫-૩મિ. કાળધર્મ પામ્યા તે પૂર્વે સાંજે ૪-૪૫ પડીલેહણના આદેશ 
અને વાંદણામાં પણ પૂર્ણ ઉપયોગ હતો.) દરેક આવર્તોમાં પૂર્ણ ઉપયોગ હતો.

૧૦.મુહપત્તિ છેલ્લે સુધી ઉપયોગપૂર્વક ૫૦ બોલથી પલેવતા.
પૂજ્યશ્રીને મુહપત્તિના ૫૦ બોલ બોલવાપુર્વક મુહપત્તિ પલેવતા
ઘણી વાર લાગતી. (મુહપત્તિ પલેવતા પૂજ્યશ્રીને જોવા તે જીવનનો લ્હાવો લાગતો.)

૧૧.પડિલેહણમાં દરેક વસ્ત્રના પડિલેહણમાં અખ્ખોડા-પખ્ખોડા સાચવતા.

૧૨.ચૌમાસી પક્ખી પ્રતિક્રમણ પૂજ્યશ્રીની નીશ્રામાં કરનારને ત્રણ-સાડાત્રણ કલાક 
લાગતા.(સંવત્સરી પ્રતિક્રમણ તો પૂજ્ય શ્રી સાથે કરવાનો શ્રાવકો લ્હાવો માનતા.
અને ખાસ મુંબઈ-સુરત વગેરે શહેરોમાંથી પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હોય ત્યાં
પ્રતિક્રમણ કરવા શ્રાવકો આવતા.

૧૩.દરેક ક્રિયા પૂજ્યશ્રી ખુબ શાંતચિતે-અપ્રમત ઉપયોગે કરતા પરંતુ 
કાર્યોત્સર્ગ કરવામાં પૂજ્યશ્રીને ખુબ વાર લાગતી. એકેક પદના ધ્યાનમાં 
તદાકાર બનતા.

૧૪.ચોમાસા સિવાય પણ કોઈ ગામ કે નગરમાં એક દિવસ સ્થિરતા હોય 
કે છ-બાર મહિના સ્થિરતા રહે છતાં વ્યાખ્યાન રાખવાના અતિ આગ્રહી હતા.
(છેલ્લા દિવસે પણ પૂછ્યું હતું કે કેમ કોઈ વ્યાખ્યાન આપવા ગયા નથી?)

૧૫.બારી-બારણું ખોલવું-બંધ કરવું હોય ત્યારે સાધુને બંધ કરતા પહેલા
પૂંજવાનો ઉપયોગ ખાસ આપતા.

૧૬.સુર્યાસ્ત થતા જ પૂજ્યશ્રી ડંડાસણ લઇને માંડલા કરી દેતા.

૧૭.સુર્યાસ્ત થતા આખા ઉપાશ્રયમાં નજર ફેરવી લેતા.
કોઈ સાધુ બહાર ઉભા હોય તો બોલાવી સમયનો ખ્યાલ આપતા.

૧૮.બીમારીમાં પણ રાત્રે અગિયાર વાગ્યા પહેલા પૂજ્યશ્રી સંથારતા નહિ.

૧૯.કોઈ સાધુને સ્વાધ્યાય કર્યા પહેલા સુવા દેતા નહિ.

૨૦.કોઈ સાધુ પ્રતિક્રમણ પૂર્ણ થયે સુઈ જાય તો અવશ્ય ઉઠાડી 
સ્વાધ્યાય કરાવી પછી જ સંથારવાની સંમતિ આપતા.

૨૧. સવારે પ્રતિક્રમણ બાદ પણ સ્વાધ્યાય કરવાનો અને
કરાવવાનો પૂજ્યપાદશ્રીનો આગ્રહ હતો.

૨૨.નેવ્યાસી વર્ષની પ્રગાઢ ઉંમરે પણ પાંચે ઇન્દ્રિયો ખુબ જ સતેજ હતી.

૨૩.હસ્તપ્રતના ઝીણામાં ઝીણા અક્ષર વિના ચશ્માંએ વાંચતા.

૨૪.દેહના રોમ જેટલા ભાગમાં પણ વૃદ્ધત્વની કરચલી પડી ન હતી.

૨૫.મુખમાં એક દાંત સિવાય છેલ્લા દિવસે દાંત એક્ત્રીશી ખીલતી કળી
જેવી હતી. કડકમાં કડક પદાર્થ ભાંગી શકે તેવા મજબુત દાંત અને દાઢો હતી.

૨૬.પૂજ્યશ્રીની ઘાણેન્દ્રીય એટલી સતેજ હતી કે મહિના પહેલા રંગકામ
કરેલું પાત્ર કે ઉપાશ્રય હોય તો પણ ખ્યાલ આવી જતો,ગંધ આવી જતી.

૨૭.પાંચતિથીએ તો સાધુઓને ઉપવાસ આયંબીલ આદિ વિશેષ તપ પૂજ્યશ્રી
કરવા પ્રેરણા કરતા.

૨૮.ઉપકરણ- કાંબળી-ચશ્માંની ફ્રેમ આદિ જરૂરી વસ્તુઓ સાવ સાદી વાપરતા.

૨૯.આકર્ષકતાથી હંમેશા દુર રહેતા.

૩૦.આશ્રિત-સાધુ કે સાધ્વીજીના વધુ ઉજળા કપડા કે કિમંતી ફ્રેમ વગેરે જોતા
તરત અરુચિ બતાવતા અને કડક હિતશિક્ષા આપતા અને કહેતા કે
બધા આચાર્ય થઇ ગયા છો?

૩૧.કોઈ નાનો બાળક પૂજ્યશ્રી પાસે આવે તો તેની પાસે ધર્મ પમાડવાના
હેતુથી રમુજ કરતા.

૩૨.આંટીનો બનાવેલો સુતરાઉ ગુંથ્યા વિનાનો કટિસૂત્ર વાપરતા અને
નીશ્રાવર્તી સાધુઓને તે જ વપરાવતા.

૩૩.ઓઘારીયું ગરમ કાંબળીનું જ વાપરતા.

૩૪.કાંબળી લાલ પટ્ટીની ગરમ જ ઓઢતા.

૩૫.શરીરની અસ્વસ્થતામાંય મુહપત્તિનો ઉપયોગ ક્યારેય ચુકતા નહિ.

૩૬.એક કલાક વ્યાખ્યાનમાં મુહપત્તિનો ઉપયોગ એક સેકન્ડ પણ ચુકતા નહિ.

૩૭.મકાનમાં આંટા મારતા કે મકાનની બહાર જયારે પણ ચાલે ત્યારે
ઈર્યાસમિતિ અવશ્ય પાળતા.

૩૮.ગોચરી વાપરતી વખતે દરેક વસ્તુ ખુબ બારીકાઇથી નિરીક્ષણ કરતા.

૩૯.ગોચરી વાપરતી વખતે પૂર્ણ મૌન રાખતા અને સાધુઓને રખાવતા.

૪૦.કપડું કે લુણું દોરી ઉપર જરા પણ ઉડતું હોય તો તરત સાધુઓને ટકોર કરતા.
"વાયુકાયની વિરાધનાથી બચો..!"

૪૧.આવશ્યક ક્રિયા કે દેરાસરમાં કોઈની નાની પણ અશુદ્ધિ કે યોગ્ય ઉચ્ચાર શુદ્ધિ
ન હોય તો પૂજ્યશ્રી જરાપણ ચલાવતા નહિ.

૪૨.પક્ખી-ચોમાસી કે સંવત્સરી બીજા બોલે પણ સ્વયં સંપૂર્ણ ધારતા.

૪૩.દર સંવત્સરીએ બારસા સૂત્ર છેલ્લા વર્ષો સુધી પોતે જ શ્રી સંઘને સંભળાવ્યું.

૪૪.સુત્રો ગબડાવી જાય કે અશુદ્ધ લાગે તેને આદેશ આપતા નહિ...

૪૫.દેરાસરમાં તિથીને અનુરૂપ સ્તવન ગવરાવતા અને ગાનારની સાથે ધ્રુવ કડીઓ
ખુબ ભાર આપીને ભાવવાહીતા સાથે પોતે ગાતા. તેઓશ્રીનો અવાજ ખુબ ગંભીર અને
સુરીલો હતો...

૪૬.પર્યુષણનો લોચ લગભગ એંશી વર્ષ સુધીતો સંવત્સરીના દિવસે જ કરતા.
છેલ્લા આઠેક વર્ષથી સંવત્સરીના એક-બે દિવસ પહેલા કરતા.

૪૭.કોઈ નાનો બાળક કે કોઈ શ્રાવક સૂત્ર શુદ્ધિ-ઉચ્ચાર વગેરે સુંદર રીતે
કરે તો ખુબ અનુમોદના કરતા.

૪૮.કોઈ સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંત સુંદર લખાણ કરે કે અભ્યાસ કરે
અથવા જ્ઞાનનો કોઈ પણ રીતે વિકાસ કરે,કોઈ તપ કરે તો તેમને ખુબ
વાત્સલ્ય આપીને ઉપબૃંહણા અનુમોદના કરતા. કેટલું સુંદર કર્યું છે ?
તમે તો કેટલી શાસન સેવા કરો છો? વગેરે સુંદર વચનોથી ઉપબૃંહણા
અવશ્ય કરતા.

૪૯.કોઈ સાધુ કે સાધ્વીજીએ લેખન કાર્ય-હસ્તપ્રતોનું સંસોધન કાર્ય અથવા
કોઈ પણ કાર્ય કર્યું હોય તેમાં પહેલી જ નજરે તે કાર્યમાં રહેલી ભૂલ પકડી પાડતા
અને મીઠા વાત્સલ્યથી સુધારતા.

૫૦.પૂજ્યશ્રીને ૨૦૦ ગાથાનો સ્વાધ્યાય પણ એક કલાક ચાલતો.
દરેક સ્વાધ્યાય અનુપેક્ષા પૂર્વક કરતા.

૫૧.અસ્વસ્થ સ્થિતિમાં પણ સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં જ કરવાનો આગ્રહ રાખતા
અને છેલ્લે સુધી લગભગ માંડલીમાં જ કર્યું.

૫૨.પ્રાચીન હસ્તપ્રતોના ખુબ જ પ્રેમી હતા અને જે કોઈ પણ લાવે તો
જ્ઞાન ભંડાર માટે ખરીદી કરાવી જ લેતા.

૫૩.તેઓશ્રીના પ્રતાપે જ્ઞાન ભંડારમાં હજારો હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.

૫૪.હસ્તપ્રતોનું સંરક્ષણ-સંશોધન-સંમાર્જન કેવી રીતે કરવું?
લિપિઓનું જ્ઞાન પૂજ્યશ્રી સાધુ અને સાધ્વીજીને સ્વયં શીખવતા.

૫૫.તત્વજ્ઞાનશાળા સ્થાપવાના ખુબ આગ્રહી હતા.-પ્રેમી હતા.

૫૬.બાલમુનીઓનું વાત્સલ્યથી યોગક્ષેમ કરવામાં પૂજ્યશ્રી ખુબ કુશળ હતા.

૫૭.સમુદાયના કે પર સમુદાયના મહાત્માઓની ભૂલ-દોષ દેખી સુધારવાની
અને હિતશિક્ષા આપી સ્થિર કરવાની કળા પૂજ્યશ્રીમાં અજબગજબની હતી.

૫૮.પૂજ્યશ્રીનો ખોરાક ઘણો ઓછો હતો એટલે કે તેઓશ્રી
અલ્પાહારી હતા.

૫૯.પૂજ્યશ્રી નાના હતા ત્યારે લઘુવૃતીનું પુનરાવર્તન ૩ દિવસમાં કરી લેતા.

૬૦.એક સેકન્ડ પણ ખોટી ન વેડફાઈ જાય તેની ખુબ સાવધાની રાખતા.

૬૧.કોઈ મોટો શ્રાવક હોય કે નાનો - કોઈ ફાલતું વાતમાં સમય આપતા નહિ.

૬૨.કોઈ શ્રાવક સાહેબજી પાસે આવીને નિરર્થક બેસે તો ધર્મલાભ કહીને
ઉઠાડવાનો પ્રયત્ન કરતા.

૬૩.સંઘ કે શાસનના કાર્યો/પ્રશ્નો આવી પડે ત્યારે સાહેબજી અસ્વસ્થતા છતાં ય
કલાકો બેસતા. વાપરવાનું કે પાણીનું પણ ધ્યાન ન રાખતા.

૬૪.કોઈ પણ શ્રાવકને ચોવિહાર કરે છે? સામાયિક કરે છે? વગેરે બે-ત્રણ પ્રશ્નો
અવશ્ય પૂછતા. સંઘ શાસન અને સમુદાયના કાર્ય સિવાય પૂજ્યશ્રી વધુમાં
વધુ સમય સ્વાધ્યાય કરવામાં જ પસાર કરતા અને સાધુઓના યોગક્ષેમમાં ધ્યાન રાખતા.

૬૫.પૂજ્યશ્રી વ્હીલચેરના સખત વિરોધી હતા. અને છેલ્લે સુધી ગમે તેવી
કપરી પરિસ્થિતિમાં વાહનનો ઉપયોગ નથી કર્યો.

૬૬.પૂજ્યશ્રી ગમે તેવી અસાધ્ય બીમારીમાં પણ હોસ્પિટલમાં નહિ જવાના આગ્રહી હતા.
અને છેલ્લે કેન્સર જેવી અસાધ્ય બીમારીમાં એક કલાક પણ હોસ્પિટલ ગયા નથી,
અને સાધુઓને કે સાધ્વીજીઓને પણ આ બાબતે વિરોધ કરતા.

૬૭.પૂજ્યશ્રીનું સંકલ્પબળ-સંયમબળ-અને સાધનાબળ ખુબ જબરદસ્ત હતું.

૬૮.પૂજ્યશ્રી પંચ્યાસી વર્ષની વય સુધી એક યુવાનને ટક્કર મારે તેવી
ટટ્ટાર યોગ સાધનામાં કલાકો સુધી બેસતા હતા. સ્વાધ્યાય કરતા હતા.

૬૯.પંચ્યાસી વર્ષ સુધી પૂજ્યશ્રી ચાલતા ત્યારે ધરતી ધણ-ધણાવતા હતા
તેવી શુરવીર ચાલ હતી.

૭૦.કોઈ પણ ગામમાં જ્ઞાન ભંડાર અસ્ત વ્યસ્ત જુએ તો વ્યવસ્થિત કરવાના
આગ્રહી હતા. સાધુ અને સાધ્વીજીઓ પાસે જ્ઞાન ભંડારનું કાર્ય કરાવતા અને
સુંદર માર્ગદર્શન સ્વયં આપતા.
   
૭૧.દીક્ષા -વડીદીક્ષા કે બારવ્રતોની નાણ દ્વારા ક્રિયા કરાવતા પૂજ્યશ્રીને
જોવા એ જીવનનો લ્હાવો હતો. ક્રિયામાં પૂજ્યશ્રીની શુદ્ધિ અને સ્પષ્ટતા
અનેરી તરવરતી હતી.

૭૨.વડીદીક્ષામાં મહાવ્રતોની સમજણ ખુબ માર્મિકતાથી આપતા. (નુતન દીક્ષિતને)

૭૩.સુર્યાસ્તબાદ શ્રાવિકાબહેન કે સાધ્વીજીનો પ્રવેશ ઉપાશ્રયમાં ક્યારેય ન થતો.

૭૪.દેરાસર દર્શન કર્યા બાદ પરમાત્માના પબાસણ-મૂર્તિ-દ્વાર-શાખ વિ.નું
શિલ્પીકામ કે ગુણ-દોષ ખુબ ઝીણવટથી જોતા હતા.

૭૫.પૂજ્યશ્રી બેસવામાં સુવામાં કે ઉપર-નીચે વસ્તુ મુકવામાં જ્ઞાનની કોઈ
આશાતના ન થઇ જાય તેની ખુબ કાળજી રાખતા હતા.

૭૬.પાલીતાણામાં ચાતુર્માસ કરવાનો વિરોધ કરતા હતા.
યાત્રા સિવાય પાલીતાણા જવું નહિ કે ત્યાં રહેવું નહિ એવી સ્પષ્ટ આજ્ઞા હતી.

૭૭.વ્યાખ્યાનની પાટ પર પૂજ્યશ્રીએ પ્રાય: ક્યારેય પાણી વાપર્યું નથી,
ચાર કલાક થાય તોપણ.

૭૮.પૂજ્યશ્રીના હાથમાં જયારે જુઓ ત્યારે પ્રત કે પુસ્તક હોય જ.

૭૯.સમુદાયના સાધુ-સાધ્વીજીને દર પંદર દિવસે ન લઇ શકો તો
ચાર મહીને પણ આલોચના લઇ લો એવી હિતશિક્ષા આપતા.  

૮૦.યોગોદ્ર્હન કરતા સાધુ કે સાધ્વીજીનું અડધું ખમાસમણ ચલાવતા નહિ
શુદ્ધ ક્રિયાના આગ્રહી રહેતા.જોગમાં આયંબીલ કરાવવાનો જ આગ્રહ રાખતા.

૮૧.મહોત્સવો-ઉપાશ્રય-દેરાસર વગેરે બનાવવાની પૂજ્યશ્રીની પ્રેરણા
ક્યારેય ન રહેતી.

૮૨.દૂર બેઠા પણ વૃદ્ધ સાધ્વીજીઓનું ખુબ ધ્યાન રાખતા. વૃદ્ધ સાધ્વીજીઓની
વૈયાવચ્ચ સેવામાં જવા નાના નાના સાધ્વીજીઓને વારંવાર પ્રેરણા કરતા.

૮૩.થુંકની-કફની કુંડીની રોજ જયણા કરાવતા.

૮૪.પાટ પર બિરાજતા રજોહરણથી પૂંજ્યા પ્રમાર્જના કર્યા વિના
ક્યારેય ન બેસતા.

૮૫.ડોળીમાં ગમે તેટલો વિહાર હોય તો સતત સ્વાધ્યાયમાં રહેતા.

૮૬.નાના કે મોટા સાધુ કે સાધ્વીજી પૂજ્યશ્રીને વંદન કરે ત્યારે
બીજા ખમાસમણે પૂજ્યશ્રી તે વંદન કરનાર મહાત્માઓને સ્વયં
હાથ જોડીને "મત્થએણ વંદામી" કહેતા...
લહુડા પ્રત્યે વિનય સાચવવાનું ક્યારેય ચુકતા નહિ.

૮૭.કોઈ પણ પદસ્થ - આચાર્ય ભગવંતો કે મુનીઓ નાના
હોય તો પણ પત્રમાં કે રૂબરૂ વાતચીતમાં "આપ" થી જ સંબોધતા.

૮૮.ચાતુર્માસમાં કોઈ પણ તપ સમૂહમાં કરાવવો હોય તો
તપના બિયાસણા વગેરે સંઘમાં નહિ કરાવવાનો આગ્રહ રાખતા.

૮૯.કાંબળી એવી રીતે ઓઢતા કે છેડો ઉડે નહિ. વાયુકાયની
વિરાધના ન થાય તેમજ કપડા બધા ઢંકાયેલા રહે.

૯૦.મુહપત્તિ -ઓઘાના દોરા કે કોઈ પણ વસ્તુમાં રંગીન દોરા
વિગેરે ન હોય તેવા સાદા વાપરતા.

૯૧.વર્તમાન શાસનના ચારે ફીરકામાં પૂજ્યશ્રી સર્વમાન્ય હતા.

૯૨.તપાગચ્છના સિંહાસને બિરાજમાન છતાં નાના સાધુથી ય વધુ
નમ્રતા-લઘુતા ભાવ ધરાવતા હતા.

૯૩.વર્તમાન તપાગચ્છના શ્રમણ સંઘમાં સર્વશિરોમણી હતા.
પૂજ્યશ્રીના શુદ્ધ સંયમમય-નિર્વિવાદી વ્યક્તિત્વથી સર્વગચ્છના
પર સમુદાયના સમસ્ત પદસ્થ આચાર્ય ભગવંતો-પંન્યાસજી ભગવંત
વગેરે પ્રભાવિત રહેતા અને પૂજ્યશ્રી પાસે નિ:સંકોચ શાસન-સમુદાય કે
સૌ સૌની વ્યક્તિગત હ્રદય વરાળ ઠાલવી શકતા હતા. સહુ કોઈને પૂજ્યશ્રીનું
સાનિધ્ય વડલાના વિશાળ વીસામા સમું હતું.

૯૪.પૂજ્યશ્રી ૮૫ વર્ષ સુધી નાના બાળકની જેમ ગાથા- શ્ર્લોક કંઠસ્થ
કરતા હતા.

૯૫.પૂજ્યશ્રીને ઘણો સ્વાધ્યાય મોઢે (કંઠસ્થ) ચાલતો હતો.

૯૬.પૂજ્યશ્રી અન્ય સમુદાયના આચાર્ય ભગવંત પંન્યાસજી ભગવંત કે
નાના-મોટા મહાત્માઓમાં કોઈ સંયમ જીવનને યોગ્ય શીથીલાચાર
જણાય તો સત્તાના સુરે ખુમારીપૂર્વક ટકોર કરી દેતા અને સામે મહારથીઓ
પણ પૂજ્યશ્રીની વાતનો હ્રદયથી સ્વીકાર કરતા, એવા આદેય વચની હતા.

૯૭.આધુનિક આડંબરોથી પૂજ્યશ્રી લાખો યોજન દૂર હતા.
બેન્ડવાજા-ભભકાદાર પત્રિકા-ફોટા-પેપર્સ વગેરેમાં જાહેરાતો-
સામૈયા વગેરેમાં નિર્લેપ હતા. નિ:સ્પૃહ શિરોમણી હતા.

૯૮.અવસરે અવસરે સાધુ મહાત્માઓને ટકોર કરતા રહેતા અને
અનુકુળતા મુજબ વાચનાઓ પણ રાખતા હતા,

૯૯.બેસતા વર્ષના માંગલિકમાં ગૌતમસ્વામીનો રાસ પૂજ્યશ્રી
ખુબ મીઠા સુરે ગાતા,અને દૂરદૂરથી ભાવિકો પૂજ્યશ્રીનું માંગલિક
સાંભળવા પડાપડી કરતા.

૧૦૦.પૂજ્યશ્રી મોટી બાબતોની સાથે ઝીણી ઝીણી વાતોનું ખુબ ધ્યાન રાખતા.

૧૦૧.પૂજ્યશ્રીનું દરેક કાર્ય ખુબ વ્યવસ્થિત,સુંદર અને શુદ્ધ હતું,
બીજા પાસે પણ કાર્ય કરાવતા ત્યારે કોઈ ગરબડ ચલાવતા નહિ.

૧૦૨.પૂજ્યશ્રીના હસ્તાક્ષરો - ગુજરાતી હોય કે સંસ્કૃત
મોતીના દાણા સાક્ષાત જોઈ લો.

૧૦૩.પૂજ્યશ્રી પોતાના સ્વાર્થ-મન અપેક્ષા ઘવાય તો ક્યારેય ગુસ્સો કરતા નહિ,
પરંતુ સારણાદિ યોગ્ય શિષ્યોને સ્થિર કરવા ગુસ્સો કરતા તો પણ બીજી જ મીનીટે
કોણે ભૂલ કરી હતી તે પૂજ્યશ્રી ભૂલી જતા હતા.

૧૦૪.પૂજ્યશ્રી ઉપર આરોપ આપનાર વ્યક્તિ સામે આવે તો બીજા દિવસે પણ
પૂજ્યશ્રી તેને ક્ષમા આપતા હતા અને અપરાધને યાદ પણ કરતા ન હતા.

૧૦૫.પૂજ્યશ્રી દિવસ દરમ્યાન કરેલી આરાધના. સ્વાધ્યાય-વિશિષ્ટ સંઘ-શાસન કાર્યો
અને વ્યાખ્યાનાદિમાં સમય ક્યાં ? કેટલો ફાળવ્યો તેનો રોજમેળ સ્વયં હાથે લખતા.

૧૦૬.દીક્ષા થયા બાદ નુતન દીક્ષિતના ઘેર બીજા દિવસે પગલા કરવા કે વ્હોરવા
જવાનો પૂજ્યશ્રી સખત નિષેધ કરતા.

:~:~:~:~:~:~:~:~:~:~:~~:~:~:~:~:~:~:~:~:          
         
          

No comments:

Post a Comment