♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

આચાર્યપદ

ચરમ તીર્થાધીપતી દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં 
સુધર્મા સ્વામી મહારાજાની પાટ-પરંપરામાં આચાર્યપદનો ૫૦થી વધુ વર્ષનો 
 ચિર પર્યાય ધરાવનારા પુણ્યપુરુષોની નામાવલિ

 (ભિન્ન ભિન્ન ગ્રંથોનું સંશોધન કરતા પ્રાપ્ત થયેલ છે.)

આચાર્ય પદ પર્યાયની અર્ધશતાબ્દિ એ નાનીસુની ઘટના નથી. એક જબરજસ્ત પ્રાપ્તિ છે.
પ્રભુવીરથી અત્યારસુધી આંગળીના વેઢે ગણાય તેટલા જ મહાપુરુષોએ 
આ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે...
પૂજ્યશ્રીએ પણ આ શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે. તે ખરેખર ઉલ્લેખનીય છે.
  



૧.પૂજ્યપાદ આચાર્યશ્રી યશોભદ્રસુરિ મહારાજા
વીર સં-૯૮માં  યુગપ્રધાનપદ, વીર સં-૧૪૮માં સ્વર્ગવાસ
યુગપ્રધાન કાળ - ૫૦ વર્ષ

૨.પૂજ્યપાદ આચાર્યશ્રી બલિસ્સહસુરિ મહારાજા
વીર સં-૨૪૫માં આચાર્ય પદ, વીર સં-૩૨૯માં સ્વર્ગવાસ
યુગપ્રધાન કાળ - ૮૪ વર્ષ

૩.પૂજ્યપાદ આચાર્યશ્રી નાગહસ્તિસુરિ મહારાજા    
વીર સં-૫૭૩માં જન્મ, વીર સં-૫૯૨માં દીક્ષા,
વીર સં-૬૨૦માં યુગપ્રધાન પદ
યુગપ્રધાન કાળ - ૬૯ વર્ષ

૪.પૂજ્યપાદ આચાર્યશ્રી નાગાર્જુનસુરિ મહારાજા
વીર સં-૭૯૩માં જન્મ, વીર સં-૮૦૭માં દીક્ષા,
વીર સં-૮૨૬માં યુગપ્રધાન પદ
યુગપ્રધાન કાળ - ૭૮ વર્ષ

૫.પૂજ્યપાદ આચાર્યશ્રી હારિલ
વીર સં-૧૦૦૦મ યુગપ્રધાન પદ, વીર સં-૧૦૫૫માં સ્વર્ગવાસ.
યુગપ્રધાન કાળ - ૫૫ વર્ષ

૬.પૂજ્યપાદ આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજા 
વીર સં-૧૦૧૧માં જન્મ, વીર સં-૧૦૨૫માં દીક્ષા,
વીર સં-૧૦૫૫માં આચાર્ય પદ. વીર સં-૧૧૧૫માં સ્વર્ગવાસ.
આચાર્યપદ પર્યાય-૬૦ વર્ષ  

૭.પૂજ્યપાદ આચાર્યશ્રી બપ્પભટ્ટીસુરિ મહારાજા 
વિ.સં- ૮૦૦માં જન્મ, વિ.સં-૮૦૭માં દીક્ષા,
વિ-સં.-૮૯૫માં સ્વર્ગવાસ.
આચાર્યપદ પર્યાય-૮૪ વર્ષ

૮.પૂજ્યપાદ આચાર્યશ્રી કકસુરિ મહારાજા
વિ.સં-૧૧૫૫માં આચાર્ય પદ,વિ.સં-૧૨૧૨ સુધી હયાત હતા તેવો ઉલ્લેખ મળે છે.
આચાર્યપદ પર્યાય-૫૭ વર્ષ

૯.પૂજ્યપાદ આચાર્યશ્રી દેવગુપ્તસુરિ મહારાજા
વિ.સં.-૧૧૬૫માં આચાર્યપદ,વિ.સં-૧૨૩૨ સુધી હયાત હતા તેવો ઉલ્લેખ મળે છે.
આચાર્યપદ પર્યાય-૬૭ વર્ષ

૧૦.કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસુરિ મહારાજા 
વિ.સં-૧૧૪૫માં જન્મ (કા.સુ.-૧૫) વિ.સં-૧૧૫૦માં દીક્ષા (મ.સુ.-૧૪)
વિ.સં-૧૧૬૬માં આચાર્ય પદ(વૈ.સુ.-૧૩) વિ.સં. ૧૨૨૯માં સ્વર્ગવાસ .
આચાર્યપદ પર્યાય-૬૩ વર્ષ

૧૧.પૂજ્યપાદ આચાર્યશ્રી પદ્મતિલકસુરિ મહારાજા
વિ.સં-૧૩૬૮માં દીક્ષા, વિ.સં-૧૩૭૫માં આચાર્ય પદ,
વિ.સં-૧૪૨૫માં સ્વર્ગવાસ
આચાર્યપદ પર્યાય-૫૦ વર્ષ

૧૨.પૂજ્યપાદ આચાર્યશ્રી દેવસુંદરસુરિ મહારાજા
વિ.સં-૧૩૯૬માં જન્મ,વિ.સં-૧૪૦૪માં દીક્ષા,
વિ.સં-૧૪૨૦માં આચાર્યપદ,વિ.સં-૧૪૮૨/૯૨માં સ્વર્ગવાસ
આચાર્યપદ પર્યાય-૬૨/૭૨ વર્ષ

૧૩.પૂજ્યપાદ આચાર્યશ્રી સુમતિસુંદર સુરિ મહારાજા
વિ.સં.૧૪૯૪માં જન્મ,વિ.સં-૧૫૧૧માં દીક્ષા,
વિ.સં-૧૫૧૮માં આચાર્ય પદ,વિ.સં. ૧૫૬૮માં સ્વર્ગવાસ,
આચાર્યપદ પર્યાય-૫૦ વર્ષ

૧૪.પૂજ્યપાદ આચાર્યશ્રી રત્નસુરિ મહારાજા
વિ.સં. ૧૫૯૪માં જન્મ, વિ.સં-૧૬૧૩માં દીક્ષા,
વિ.સં. ૧૬૨૪ ઝીંઝુંવાડામાં આચાર્યપદ તથા ગચ્છનાયક પદ,
૧૬૭૫માં ઝીંઝુંવાડામાં સ્વર્ગવાસ
આચાર્યપદ પર્યાય-૫૧ વર્ષ

૧૫.પૂજ્યપાદ આચાર્યશ્રી દેવસુરિ મહારાજા
વિ.સં-૧૬૩૪ પો.સુ. ૧૩ ઇડરમાં જન્મ, વિ.સં.-૧૬૪૩ મ.સુ.-૧૦ દીક્ષા,
૧૬૫૬માં અમદાવાદમાં પંન્યાસ પદ. વિ.સં.૧૬૫૬માં લાડીમાં ઉપાધ્યાય પદ,
વિ.સં. ૧૬૫૬માં ખંભાતમાં આચાર્ય પદ વૈ.સુ.-૪, ૧૭૧૩માં અ.સુ.-૧૧માં ઉનામાં સ્વર્ગવાસ.
આચાર્યપદ પર્યાય-૫૭ વર્ષ

૧૬.પૂજ્યપાદ આચાર્યશ્રી રામચંદ્રસુરિ મહારાજા
વિ.સં-૧૯૫૨ ફા.વ.-૪ જન્મ,વિ.સં-૧૬૯૬ પો.સુ.-૧૩ દીક્ષા,
વિ.સં-૧૯૮૩ ફા.વ.-૩ પંન્યાસ, ૧૯૯૦ ચૈ.સુ.-૧૪ પાઠક પદ,
વિ.સં-૧૯૯૨ વૈ.સુ,-૬ મુંબઈમાં આચાર્ય પદ, ૨૦૪૭માં સ્વર્ગવાસ
આચાર્યપદ પર્યાય-૫૫ વર્ષ

૧૭.પૂજ્યપાદ આચાર્યશ્રી રામસુરિ મહારાજા
વિ.સં-૧૯૭૩ મહા સુદ-૫ જન્મ, અમદાવાદ (કુવાવાળી પોળ),
વિ.સં-૧૯૮૬ વૈ.વદ-૧૦ દીક્ષા, અમદાવાદ હરીપુરા (અસારવા)
વિ.સં-૨૦૦૦ કા.વદ-૩ ગણિપદ જામનગર,
વિ.સં-૨૦૦૭ વૈ.સુદ-૩ પંન્યાસ પદ, પાટણ (ખેતરવસી)
વિ-સ-૨૦૦૭ વૈ.સુદ-૫ આચાર્ય પદ, પાટણ (ખેતરવસી)
વિ.સં-૨૦૬૧ ફાગણ વદ-૯ સ્વર્ગવાસ - સુરત
આચાર્યપદ પર્યાય-૫૫ વર્ષ

:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:

No comments:

Post a Comment