♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

હિતશિક્ષા

:~: પૂજ્યશ્રીની પાવન પ્રેરણારૂપ હિતશિક્ષાઓ :~: 



૧.ઉણોદરી પણ એક તપ છે, જેટલો આહાર ઓછો તેટલો પ્રમાદ ઓછો.
જે ઉણોદરી તપ કરે છે તે શરીરથી વધુ કામ કરી શકે છે તેમજ આત્માનું
બળ પણ તેનાથી વધુ કામ આપી શકે છે. આ રીતે ઉણોદરી માટે વારંવાર
પ્રેરણા કરતા.

૨.પાણી ગળ્યા પછી તે ગળણાને બરાબર જોઈ લેવાનું તેમાં કોઈ
જીવ છે કે નહિ. હોય તો યોગ્ય સ્થાને મુકવું જેથી તેને ધોતા મસળાઈ ન જાય.

૩.કોઈ પણ કામ એકાએક ઉતાવળું ન કરવું. તેમ કરવાથી અવિવેક આવે છે
અને અવિવેકથી સર્વગુણો નાશ પામે છે.

૪.આધાકર્મી ગોચરી માંસ બરાબર છે, તે ન વાપરવા
સાહેબજી વારંવાર પ્રેરણા કરતા.

૫.શક્તિ અને સંપતિ જેમ જેમ વાપરવામાં આવે છે
તેમ તેમ વૃદ્ધિ પામે છે.

૬.જો સંકલ્પ બળ મજબુત હોય તો ગમે તેવા કઠીનમાં કઠીન
કાર્યો પણ પાર ઉતરી જાય છે.

૭.શ્રાવકોને જમતા કેટલી વાર લાગે?
સાધુઓને ૧ કલાકથી વધુ વાર લાગે તો વારંવાર પ્રેરણા કરતા કે
ખાવા-પીવા અને ઊંઘવામાં જો ટાઈમ બગાડી નાંખશો તો
ભણવાનું ક્યારે કરશો?

૮.ટ્રસ્ટોના વહીવટ પર સરકારની નજર છે. તેના માટે જૈનોએ
એક થઇ વિરોધ ઉઠાવવા પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા
દેવદ્રવ્યના કરોડો રૂપિયા સરકાર હડપ કરી જશે. તિથિ કરતા
પણ આ પેચીદો પ્રશ્ન છે.

૯.શ્રીમંતો જાગૃત બની પ્રયત્ન કરે તો સંઘ-સમુદાયની રક્ષા કરી શકે.

૧૦.શ્રાવકોએ મા-બાપ બની સંઘના કાર્ય માટે આગળ આવવું જોઈએ.

૧૧.ભસ્મગ્રહ ઉતરી ગયો છે, કાળ આપણી તરફ સાનુકુળ બનેલ છે.
પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે.

૧૨.સાધ્વીજી ભગવંતને ખુબ જ લાભ અપાવનાર તત્વજ્ઞાન શાળા છે.

૧૩.વિરતિધર સાધુ-સાધ્વીજી ભગવંતોએ પંડિત પાસે ભણવું તે
સાચો માર્ગ નથી, અપવાદ માર્ગ છે.

૧૪.પુણ્યશાળી પ્રભાવક પુરૂષોની ખાસ જરૂર છે,

૧૫.વિશુદ્ધ સંયમી આત્માઓ મર્યાદિત છે. બાહ્યાડંબરો અને
વ્યવહારોથી અલગ રહેવામાં જ આત્માનું હિત સમાયેલું છે.
તેમાં જ સંયમ જીવનનું સાચું રક્ષણ છે.

૧૬.શ્રાવક જીવનમાં પણ દેશ વિરતીનું આચરણ કર્યું હશે તો
ભવિષ્યમાં સંયમજીવન સ્વીકારવાની ભાવના જાગશે. માટે કોઈ પણ
શ્રાવક પૂજ્યશ્રી પાસે આવે તો સામાયિકની પ્રેરણા અવશ્ય આપતા.

૧૭.સંયમ શા માટે લીધું છે? ગપ્પા મારી ખાઈ-પી ઊંઘીને સમય
પસાર નથી કરવાનો. ગૃહસ્થોને વિચારો. સ્કુલમાં ભણનાર છોકરો
પણ કેટલો વ્યસ્ત. છ કલાક સ્કુલ, ૨ કલાક ટ્યુશન,૨ કલાક લેશન,
ધંધો કરનાર ગૃહસ્થ પણ ધંધામાં કેટલો અપ્રમત. ખાવા-પીવાનું પણ
ભૂલી જાય. તો આપણે તો લોકોત્તર શાસન પામ્યા છીએ.
સંયમ-સ્વાધ્યાયમાં અપ્રમત બન્યા તો કલ્યાણ, નહીં તો
દુર્ગતિના દ્વાર ખુલ્લા જ છે.

૧૮.જ્ઞાનાચારને જીવનમાં વણવા પાંચ પ્રકારના પ્રમાદને જીતવા જ પડે.

૧૯.મહાપુરુષો સમયને સોનાના કણની જેમ સાચવતા-આરાધતા હતા.
આપણને સમયનો સદુપયોગ કેટલો?    

૨૦.આચાર આપણા જીવનનો પ્રાણ અને સ્વાધ્યાય આપણા જીવનનો
મંત્ર આ બે આવી જાય તો બધું આપણા જીવનમાં આવી જશે.

૨૧. બાહ્ય મુર્હુતે આત્મ જાગરિકા કરવી. (હું કોણ, ક્યાંથી આવ્યો?)

૨૨.રત્નત્રયીની જીવનમાં સદા વૃદ્ધિ થાઓ એવી ભાવના.

૨૩.સ્વાધ્યાય સાધુ જીવનનો પ્રાણ છે માટે ઓછામાં ઓછો ૩૦૦ ગાથાનો સ્વાધ્યાય કરવો.

૨૪.યથાશક્તિ નવી ગાથા કરવી.

૨૫.જ્ઞાન-દર્શન-ચારિત્રના અતિચારની આલોચના રોજ લખવી.

૨૬.પ્રભુના પૂર્ણ સ્વરૂપને જાણવાની ઈચ્છા પ્રગટાવવી.

૨૭.પાંચતિથિ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું.

૨૮.દેરાસરમાં ચૈત્યવંદન કરતાં સૂત્ર-અર્થ-પ્રતિભામાં ધ્યાન રાખવું.

૨૯.નિદ્રા ઘટાડવા પ્રયત્ન કરવો.

૩૦.પ્રમાદ ઘટાડવા પ્રયત્ન કરવો.

૩૧.વડીલ ગુરૂમહારાજ પધારે ત્યારે વિનાયાદિ કરવા.

૩૨.ગુરૂમહારાજને "આપ" શબ્દથી સંબોધવા.

૩૩.મુહપત્તિનો ઉપયોગ. (બોલવા,ખાંસી,છીંક અને બગાસામાં)

૩૪.ઓછામાં ઓછુ બે કલાક મૌન કરવું.

૩૫.સહનશીલતા વધારવા પ્રયત્ન કરવો.

૩૬.પ્રતિક્રમણ ઉભયટંક ઉભા ઉભા કરવું.

૩૭.આવશ્યક ક્રિયા ભાવપૂર્વક એકાગ્રચિતે કરવી.

૩૮. પ્રતિક્રમણાદિ ક્રિયાના સુત્રોચ્ચાર શુદ્ધ,પદ,સંપદા, મુદ્રા સહીત બોલવું.

૩૯.કર્કશ ભાષાનો પ્રયોગ ન કરવો.

૪૦.ગુરૂ મહારાજને સતત પોતાનો દોષ પૂછવા જવું.

૪૧.કોઈપણ ચીજ વડીલને પૂછી લેવી દેવી.

૪૨.ઇન્દ્રિયોના વિષયો અનિચ્છાએ પણ પોતાનું કાર્ય ન કરાવી જાય
તે રીતે મનને સ્થિર રાખવું.

૪૩.અનુકુળતાની ઈચ્છાઓને રોકવી, પ્રતિકુળતાને પ્રસન્નતા-પૂર્વક સ્વીકારવી.

૪૪.તપમાં ઈચ્છાનો રોધ લક્ષ્યમાં રાખવો.

૪૫.સર્વ આરાધનામાં કર્મક્ષયનું લક્ષ રાખવું.

૪૬.રત્નત્રયીને પોષક એવું જ વાંચન-વિચારો અને વાતો કરવી.

૪૭.સાધુ લોક સંજ્ઞાનો રાગી ન હોય. જે લોકસંજ્ઞાનો રાગી હોય તે સાધુ હોય નહીં.

૪૮.શ્રમણોએ રાઢા-વિભુષાનો ત્યાગ કરવો. શરીર અને વસ્ત્રની શોભાથી આપણે તો
દુર જ રહેવું કારણ કે તે તો ગૃહસ્થનું કામ  છે.

૪૯.સંયમજીવનમાં જો પંચાચારનું પાલન બરાબર થતું ન હોય અને તેનું ખંડન
થતું હોય તો બીજા ગુણો વિકસતા હોય તો પણ નિરર્થક છે.

૫૦.ભૂતકાળને ભાંડો નહીં. વાસ્તવમાં પૂર્વકાળને અનુસરીને વર્તવું તે લાભકારક છે
ક્યારેક વર્તમાનકાળને અનુસરવું નુકશાનકારક થઇ પડે છે.

૫૧.સાધુને જ્ઞાનપ્રાપ્તિ જ એક મુખ્ય કાર્ય છે.

૫૨.આપણને રહેવા શ્રાવકો રહેઠાણ આપે છે.
સુંદર ગોચરી-પાણીની સગવડ આપે છે.
તમામ અનુકુળતા કરી આપે છે, અને આપણે જો
જ્ઞાનપ્રાપ્તિ કે સાધનાને ઠેકાણે એશ-આરામમાં જ
સમય પસાર કરીએ તો ભવાંતરમાં ભરૂચના પાડા
બનીશું અથવા ખચ્ચર,ઊંટ અને ગધેડા બનીને
આ દેવું ચૂકતે કરવું પડશે.

૫૩.ભરતગુંથણ વિગેરે સાધુ-સાધ્વી માટે અયોગ્ય છે.

૫૪.સામાનો વિચાર કરતા પૂર્વે સ્વની આરાધના અને
આચારપાલન મહત્વનું છે તેમાં જ દ્રઢતા કેળવવી જોઈએ.

૫૫.આપણે આપણા પર્યાયની ગણતરી કરીએ કે ૫-૧૫-૨૦-૨૫-૫૦ વર્ષનો
ચારિત્રપર્યાય થયો. તેની ઉજવણી પણ કરીએ કિન્તુ, શાંતચિતે કદી વિચાર્યું છે
કે આ પર્યાયમાં અપ્રમત દશાની આરાધના કેટલી કરી?
ઊંઘવા-ખાવા-પીવામાં-ગપ્પા મારવામાં ગૃહસ્થોને સાચવવામાં કેટલો સમય ગયો?
અને જ્ઞાન-ધ્યાન-આરાધના-વૈયાવચ્ચ વિગેરેમાં કેટલો કાળ ગયો?

૫૬.આપણે લોકોના સત્કાર-સન્માન અને પૂજનને સ્વીકારીએ છીએ ત્યારે
એમ નથી લાગતું કે આપણે તેઓને છેતરતા હોઈએ? કારણ કે તેઓ જે
વસ્ત્ર પાત્ર આહારાદિ આપે છે તેનો સદુપયોગ ત્યારે જ થયો ગણાય કે
તેવી જ જબરજસ્ત આરાધના દ્વારા તેનું વળતર ચૂકવીએ.

૫૭.ગુણોનું અવતરણ વધુમાં વધુ આપણામાં થાય તે સાધવા જ
આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

૫૮.સાધુનો ગુણ અપ્રમતતા  છે. "અપ્રમત જે નિત્ય રહે"
સાધુનો મોટો દુશ્મન નિદ્રા છે. તેની સાથે જેટલી મૈત્રી કરીએ
તેટલો આપણો આત્મા મૂળગુણોને ઢાંકે છે. નિદ્રા જેમ ઘટાડીએ
તેમ ઘટે ને વધારીએ તેમ વધે.

૫૯.નિદ્રા ઘટાડવા અલ્પાહારી થવું જરૂરી છે,ભૂખ કરતા ઓછો
આહાર લઇ ઉણોદરી રાખવી તો નિદ્રા ઉપર વિજય મેળવી શકશો.

૬૦.લઘુતાથી જ આત્માને પ્રભુતા પ્રાપ્ત થાય છે.

૬૧.આપણી એક પણ પ્રવૃત્તિ સાવદ્ય ન હોવી જોઈએ. કેમકે
આપણે ચતુર્વિધ સંઘની સાક્ષીએ "સાવ્જ્જ જોગં પ્ચ્ચક્ખામી"
પચ્ચખાણ લીધું છે આપણી પ્રવૃત્તિથી વ્રતમાં ખામી તો ન જ આવવી જોઈએ.

૬૨."પર" તરફ નજર નાંખવા કરતા "સ્વ" ની આરાધના કેટલી ઉંચી આવી
તે તપાસવું સૌથી અગત્ય નું છે.

૬૩.ખાના-પીના-સોના-મિલના વચન વિલાસ
જ્યોં જ્યોં પાંચ ઘટાઈએ, ત્યોં ત્યોં ધ્યાન પ્રકાશ.                
(પૂજ્યશ્રીનો ફેવરીટ દુહો)

૬૪." જિણમ ચ ચંદ પ્પહં વંદે" બધું જ છુટું પાડી ને બોલ.
પૂજ્ય ગુરુદેવ મને ટોકતા હતા. પ્રતિક્રમણ એ સાધુનું આવશ્યક અંગ છે.
એમાં ગોલમાલ ન ચાલે. શુદ્ધિ આવશ્યક છે. પૂજ્યશ્રીની સુત્રોચ્ચારની
શુદ્ધિ જડબેસલાક છે.

૬૫. પ્રભુ શાસનનો શ્રમણ
(૧) પર પદાર્થ અને
(૨) પર વ્યક્તિની ચિંતાનો ત્યાગ કરે અને સ્વનીજ ચિંતા કરે.

૬૬.એક ભાવના મનમાં સતત રમાડ્યા કરો અને સંયમ પ્રત્યે
અત્યંત બહુમાનભાવ-આદરભાવ કેળવો કે જે માર્ગ
પ્રભુએ સ્વીકાર્યો છે તે જ માર્ગ મને મળ્યો છે હવે પ્રભુએ
જે સિદ્ધિ મેળવી છે. તે માર્રે પણ મેળવવી છે.

૬૭.સતત પરગુણદર્શન અને સ્વદોષદર્શન કરો.

૬૮.વેપારી જેમ પોતાની મૂડી અને ધંધો વધારવાનો પ્રયત્ન કરે
એની દેખભાળ રાખે તેમ તમે પણ સંયમ લીધા પછી જ્ઞાન દર્શન
ચારિત્રની મૂડી વધારવાની અને સંભાળ રાખવાની તસ્દી લીધા કરો.

૬૯.જ્ઞાન,દર્શન,ચારિત્રના યોગમાં પુરૂષાર્થ ન કરતા ચારિત્રપ્રાપ્ત જીવો
જો લોકસત્કારથી તુષ્ટ કે ખુશ થઇ જાયતો પ્રમાદરૂપી કુવામાં ઉતરે છે.

૭૦.ભગવદ પ્રાપ્તિ માટે ભણીશું, સ્વધ્યાયાદી કરીશું તો જ કલ્યાણ થશે.

૭૧.સંયમજીવનમાં ઊંઘ અને આહાર કમ કરો. ઊંઘ અને આહાર જેટલો
વધારશો તેટલો વધશે. ઘટાડશો તેટલો ઘટશે. નિદ્રાને આહાર સાથે નજીકનો સબંધ છે.

૭૨.ચારિત્રની પ્રત્યેક ક્રિયાઓ મોક્ષમાટેની છે. શુદ્ધ ઉપયોગપૂર્વકની
કરવામાં આવતી ક્રિયા કર્મ નિર્જરારૂપ છે - વેઠ ન ઉતારો જો વેઠ ઉતરે તો
પ્રભુની આજ્ઞાનો ભંગ થાય છે.

૭૩.લોકો તો આપણને પૂજશે જ. પણ આપણે ખરેખર પૂજનીય છીએ ખરા?
લોકો નમસ્કાર કરે તેમાં હરખાઈ જવાની જરૂર નથી. જો આપણો આત્મા
સાધનાથી કૃતકૃત્ય થયો ન હોય તો તેના માટે સતત પુરૂષાર્થ કરવો જોઈએ.

૭૪.મન,વચન,કાયાના શુદ્ધયોગોને ધારણ કરવા સંયમી આત્માએ
સતત અને સખત પુરૂષાર્થ કરવો જોઈએ.

૭૫.સમ્યક્ત્વ કે બોધિબીજ રૂપ વૃક્ષને માટે સંયમ એ શ્રેષ્ઠ ખાતર છે.

૭૬.સંયમી આત્માએ લોક સત્કારના અવસરે સ્વભાવસ્થ રહેવું જોઈએ.
તુષ્ટ કે રૂષ્ટ બનવું જોઈએ નહીં.

૭૭.સ્વાધ્યાય એ જ સંયમ જીવનનો પ્રાણ છે.

૭૮.ઉપયોગપૂર્વક સ્વાધ્યાય કરનાર વ્યક્તિ તે સમયે ભગવાનની
ખુબ જ નજીક હોય છે.

૭૯.સ્વાધ્યાય સાધકના જીવનની સંજીવની છે.

૮૦.ભક્તો માટે ભણનારા આજે ઘણા છે. ભગવાન માટે
ભણનારા બહુ ઓછા છે.

૮૧.સ્વાધ્યાય રૂપી પ્રાણ વિનાનો સાધક સાધક રહેતો નથી.

:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
 
માત્ર એટલું જ નહીં શાસનમાં થઇ રહેલા અતિરેક સામે પણ પૂજ્યશ્રીએ આંગળી ચીંધી છે...



No comments:

Post a Comment